હિંમતનગર: હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલી મોડાસીયા કડવા પાટીદાર સમાજની વાડીમાં આગામી 4 ઓક્ટોબરના રોજ શોકસભા યોજવા માટેની મંજૂરી પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલના સમર્થક દ્વારા હિંમતનગર પ્રાંત ઓફિસર સમક્ષ માંગવામા આવી હતી. પરંતુ કેટલાક કારણોસર મંજૂરી આપવાનો પ્રાંત ઓફિસરે ઇનકાર કરી અરજી દફતરે કરી દીધી છે. જ્યારે પરિણામે આ મંજૂરી માગનાર પાટીદાર આંદોલન સમિતિના સાબરકાંઠાના કન્વીનર રવિ પટેલે મંજૂરી માટે ફેર વિચારણા કરાવા તંત્રને 24 કલાકનું અલ્ટિમેટ આપ્યું છે. જો બુધવારે સાંજ સુધીમાં મંજૂરી નહીં મળે તો ગુરુવારથી ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે. આ સભાને મંજૂરી નહીં મળે તો હિંમતનગરમાં સંઘર્ષ થવાની સંભાવના છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા હાર્દિક પટેલના સમર્થક રવિ પટેલ મંગળવારે હિંમતનગરના પ્રાંત ઓફિસર કલ્પેશ પાટીદાર સમક્ષ આગામી 4 ઓક્ટોબરના રોજ સહકારી જીન વિસ્તારમાં આવેલી મોડાસીયા કડવા પાટીદાર સમાજની વાડીમાં પાટીદાર આંદોલનમાં શહિદ થયેલાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ત્યાં મોટી સંખ્યામાં પાટીદાર લોકો એકઠા થવાના છે. વહિવટી તંત્ર દ્વારા શોકસભાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જે કેટલાક કારણોસર પ્રાંત ઓફિસર દ્વારા અરજી દફતરે કરી દીધી હતી.
જે અંગે જાણ થતાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા રવિ પટેલ તથા ટેકેદારો અધિક નિવાસ કલેક્ટર રજૂઆત કરી હતી. આ અંગે અધિક નિવાસી કલેક્ટર એસ.ધારાણીએ જણાવ્યું કે, પ્રાંત ઓફિસરનો નિર્ણય આખરી છે. તે અંગે શહેરમાં શાંતિ રહે તે માટે રેલીને મંજૂરી આપવી કે નહીં તેના પાવર તેની બંધારણીય સત્તા પ્રાંત પાસે હોય છે.
જોકે પાટીદાર આંદોલન સમિતિ દ્વારા પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સભા યોજવોની મંજૂરી માગવામાં આવી છે તેમાં મહિલાસભા કે રેલીનો કોઈ ઉલ્લેખ કરવામા આવ્યો નથી. જોકે જિલ્લા તંત્ર દ્વારા પાટીદાર સભા માટે મંજૂરી મળવાની નહીંવત સંભાવના છે. ઉલ્લેખનીય છે કે જે રીતે અરવલ્લી જિલ્લાના તેનપુરમાં મંજૂરી વિના સભા યોજવા બદલ અને પ્રતિબંધક આદેશનો ભંગ કરવા બદલ પોલીસે આંદોલન કરનાર પાટીદારો સામે પગલાં લીધાં હતાં.
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળ્યાં બાદ તે ઊંઝા ઉમિયા માતાજીનાં દર્શનાર્થે ગયો હતો અને માતાજીના પરિસરમાં જ એવી જાહેરાત કરી હતી કે માતાજી સરકારને સદબુદ્ધિ આપે તેમજ અનામત આંદોલન સફળ બને એ માટે માતાજીને પ્રાર્થના કરી છે. હાર્દિકે 1 ઓક્ટોબરે રાજકોટમાં શ્રદ્ધાંજલિ સભા અને ત્યાર બાદ 4થીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પાટીદાર મહિલાઓની રેલી યોજવાની જાહેરાત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે, આંદોલનના મૃતક પાટીદારોને શ્રદ્ધાંજલિ આપીને આ રેલીમાં સરકારી પેકેજનો વિરોધ કરવામાં આવશે.

No comments:
Post a Comment